મુંબઈ : ઇન્ડિયન ટી20 લીગ આઇપીએલ (IPL)માં વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર્સ બહુ લોકપ્રિય છે. મોટાભાગના વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર પોતાની સાથે જીતની ગેરંટી પણ લાવે છે. આ કારણોસર જ કદાચ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમમાં વધુ એક કેરેબિયન ખેલાડીનો સમાવેશ કરાયો છે. આ ખેલાડી છે ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ (Alzarri Joseph). આ એ ખેલાડી છે જે થોડા દિવસ પહેલાં માતાના અવસાન પછી પણ ઇંગ્લેન્ડ સામેની મેચ રમવા ઉતર્યો હતો.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની MIની ટીમે આઇપીએલની 12મી સિઝમાં ન્યૂઝીલેન્ડના એડમ મિલ્નેનો સમાવેશ કર્યો હતો પણ તે ટીમમાં શામેલ થતા પહેલાં ઘાયલ થઈ ગયો. હવે તેની જગ્યાએ ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફનો સમાવેશ કરવામાં આવ્યો છે. અલ્જારી જોસેફ પહેલીવાર આઇપઈએલમાં રમશે.
એક મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને 3 રને આઉટ કરનાર વેસ્ટ ઈન્ડિઝનો યુવા ખેલાડી અલ્ઝારી જોસેફ ચર્ચામાં છે.જે રીતે તેણે ક્રિકેટમાં દમદાર એન્ટ્રી કરી હતી તેવી જ રીતે તેની લવ લાઈફ પણ ઘણી રોમાંચિત છે. જોસેફ એન્ટુગાની રહેવાસી એસવી પ્રિન્સેસ ઓલોફિરને ડેટ કરી રહ્યો છે અને તેણે સોશિયલ સાઈટ પર ફોટો અપલોડ કર્યો છે જેમાં તેણે પ્રિન્સેસને પોતાની ગર્લફ્રેન્ડ ગણાવી છે. પ્રિન્સેસ એક બાળકની માતા છે. તેણે બાળક સાથે પણ ફોટો શેર કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે